શાળામાં કુમાર અને કન્યાની સિઝનલ હોસ્ટેલ શરૂ કરવામાં આવેલ છે. વધું કોન્ટેક્ટ કરવા માટે શાળાના આચાર્યશ્રીનો મોબાઈલ નંબર .૯૯૭૯૧૬૫૪૪૦ - પ્રિયવદન આર. તડવી

Search This Blog

MENU

Wednesday, 21 October 2020

GK

*કેટલીક ગાણિતિક વ્યાખ્યાઓ*

*⛈ ☄એકી સંખ્યા* 
💧 જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯  હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

*⛈☄ બેકી સંખ્યા* 
💧 જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે

➖➖➖➖➖➖➖➖➖➖

*⛈☄  અવયવ* 
💧આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.

➖➖➖➖➖➖➖➖➖➖

*⛈☄વિભાજ્ય સંખ્યા*
💧જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

*⛈☄ અવિભાજ્ય સંખ્યા*
💧જે સંખ્યાને બે અને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

*⛈☄સમચ્છેદી અપૂર્ણાંક*
💧જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો ને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

*⛈☄ વિષમચ્છેદી અપૂર્ણાંક* 
💧 જે અપૂર્ણાંકોના છેદ સરખા ના હોય તેવા અપૂર્ણાંકોને વિષમચ્છેદી અપૂર્ણાંક કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖
*⛈☄શુધ્ધ અપૂર્ણાંક* 
💧૧ થી નાના અપૂર્ણાંકોને ને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે 
અથવા 
💧અંશ નાનો હોય ને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકોને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

*⛈☄અશુધ્ધ અપૂર્ણાંક*
💧૧ થી મોટા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે 
અથવા

💧જે અપૂર્ણાંકોમાં અંશ મોટો હોય ને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકોને અશુધ્ધ  અપૂર્ણાંક કહે છે.


⛈⚡શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યાને તે જ સંખ્યા ને તે જ સંખ્યા વડે ભાગતાં જવાબ ૧ મળે છે.

⛈⚡ ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે.

⛈⚡ ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે.

⛈⚡ ૦ ને શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યા વડે ભાગતાં ભાગાકાર ૦ જ મળે છે.

⛈⚡ કોઇપણ સંખ્યા ના આવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે.

⛈⚡ કોઇપણ સંખ્યાના અવયવીઓની સંખ્યા અસંખ્ય હોય છે.

⛈⚡૧ એ દરેક સંખ્યા નો અવયવ છે અને તે નાનામાં નાનો અવયવ છે.

⛈⚡ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. અને તે નાનામાં નાનો અવયવી છે.

⛈⚡દરેક સંખ્યા ૧ નો. અવયવી છે.

No comments:

Post a Comment

Fit India Activity 2022