શાળામાં કુમાર અને કન્યાની સિઝનલ હોસ્ટેલ શરૂ કરવામાં આવેલ છે. વધું કોન્ટેક્ટ કરવા માટે શાળાના આચાર્યશ્રીનો મોબાઈલ નંબર .૯૯૭૯૧૬૫૪૪૦ - પ્રિયવદન આર. તડવી

Search This Blog

MENU

Wednesday, 16 September 2020

વંદનીય કાર્ય...

ટંકારા તાલુકામાં બંગાવડી નામનું 2000ની વસ્તી ધરાવતું એક નાનું ગામ છે. આ ગામની હાઈસ્કુલમાં ભાવેશભાઈ જીવાણી આચાર્ય તરીકે સેવા આપે છે. હજુ દોઢેક વર્ષ પહેલાં જ આચાર્યની સીધી ભરતીમાં પસંદગી પામીને ભાવેશભાઈ સરકારી સેવામાં જોડાયા છે.

બે દિવસ પહેલા મોડી સાંજે મોરબીમાં ખૂબ વરસાદ હતો. મોટરસાઇકલ લઈને નીકળેલા ભાવેશભાઈ વરસાદથી બચવા એક જગ્યાએ મોટરસાયકલ પાર્ક કરીને ઉભા હતા. વરસાદના પાણીમાં તણાઈને આવેલો એક થેલો ભાવેશભાઈના પગ સાથે અથડાયો. નીચે નમીને જોયું તો થેલો હતો. આજુ બાજુ નજર નાંખી પણ કોઈ દેખાયું નહિ એટલે વરસાદ બંધ થતાં થેલો સાથે લઈને ભાવેશભાઈ પોતાના ઘર તરફ જવા રવાના થયા.

ઘરે આવીને થેલો ખોલ્યો તો આંખો પહોળી થઇ ગઈ. થેલામાં નોટોના બંડલ હતા. ભીના થયેલા બંડલ ગણ્યા તો 5 લાખથી પણ વધુ રકમ હતી. આટલી મોટી રોકડ રકમ જોઈને કોઈપણનું મન લલચાઈ જાય પણ ભાવેશભાઈને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે જેની આ રકમ હશે એની અત્યારે શુ હાલત  હશે ? ભાવેશભાઈએ તુરત જ સંકલ્પ કર્યો કે જેની પણ રકમ હોય એ મૂળ માલિકને શોધીને વહેલામાં વહેલી તકે રકમ પરત કરવી છે.

આવડા મોટા મોરબીમાં થેલાના મૂળ માલિકને શોધી કાઢવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવાનું  એણે નક્કી કર્યું. પત્રકારત્વ જગત સાથે સંકળાયેલા દિલીપભાઈ બરાસર 'મોરબી અપડેટ'નામનું એક ફેસબુક પેઈજ ચલાવે છે જેને મોટાભાગના મોરબીવાસીઓ ફોલો કરે છે. ભાવેશભાઈએ દિલીપભાઈનો સંપર્ક કરીને મૂળ માલિક સુધી સમાચાર પહોંચાડવા ફેસબુક પેઈજ પર પોસ્ટ મુકવા કહ્યું. દિલીપભાઈએ ભાવેશભાઈના મોબાઈલ નંબર સાથે ફેસબુક પોસ્ટ મૂકી અને જેનો થેલો હોઈ, એ આપેલા નંબર પર સંપર્ક કરીને ખાતરી કરાવી થેલો મેળવી લે તેમ જણાવ્યું.

થોડી જ વારમાં આ સમાચાર થેલાના મૂળ માલિક મહેશભાઈ શેરસિયા સુધી પહોંચી ગયા. મહેશભાઈએ આપેલા નંબર પર ફોન કરીને થેલો પોતાનો જ હોવાની ખાતરી કરાવી. ભાવેશભાઈને પૂર્ણ ખાતરી થતા 5 લાખની રોકડ રકમ રાત્રે જ મૂળ માલિકને પરત કરી દીધી. 

મિત્રો, આજના યુગમાં ઉછીના લીધેલા નાણાં પાછા આપવામાં પણ લોકો ગલ્લા-તલ્લા કરે છે ત્યારે ભાવેશભાઈ જીવાણીએ રસ્તામાંથી મળેલી 5 લાખ જેવી મોટી રકમ રાત્રેને રાત્રે મૂળ માલિકને શોધી પરત કરી. ભાવેશભાઈએ રકમ પરત કરીને એના પરિવારના સંસ્કારોનો સૌને પરિચય આપ્યો છે અને નવી પેઢીને નૈતિકતાનો પ્રેરક પાઠ ભણાવ્યો છે.

*~શૈલેષ સગપરિયા*

No comments:

Post a Comment

Fit India Activity 2022