શાળામાં કુમાર અને કન્યાની સિઝનલ હોસ્ટેલ શરૂ કરવામાં આવેલ છે. વધું કોન્ટેક્ટ કરવા માટે શાળાના આચાર્યશ્રીનો મોબાઈલ નંબર .૯૯૭૯૧૬૫૪૪૦ - પ્રિયવદન આર. તડવી

Search This Blog

MENU

Tuesday, 11 August 2020

DR. VIKRAM SARABHAI


DR. VIKRAM SARABHAI

ડૉ. વિક્રમ સારાભાઈ
ગરવી ગુજરાતના મેધાવી સપૂત અને ભારતના જાણીતા અવકાશી વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઈનો જન્મ ૧૨મી ઓગસ્ટ ૧૯૧૯ના રોજ જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને માતા સરલાદેવીને ત્યાં થયો હતો. સમાજની પોતાની શાળા હતી એટલે એમણે પ્રાથમિક શિક્ષણ સમાજની શાળામાંજ લીધું.
વિક્રમ સારાભાઈને નાનપણથીજ ગણિત અને વિજ્ઞાનમાં રસ હતો. વેકેશનમાં પણ એ ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો વાંચતા. ઈન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ અમદાવાદમાં જ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. ૧૯૩૯માં માત્ર ૨૦ વર્ષની વયે તેઓ વિજ્ઞાનના વિષય સાથે ગ્રેજ્યુએટ થયા. વધારે અભ્યાસ કરવા ત્યાં રોકાવાની ઈચ્છા હતી પણ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જવાથી તેઓ ભારત પાછા આવી ગયા. ભારત પાછા ફર્યા બાદ ભારતની સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક સંસ્થા બેંગલોરની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં મહાન વૈજ્ઞાનિક સર સી.વી. રામનના હાથ હેઠળ કાર્યમાં જોડાયા.
૧૯૪૫માં વિશ્વયુધ્ધ પૂર્ણ થયા બાદ વિકમ સારાભાઈ પોતાનું ભણતર પૂરું કરવા ઈંગ્લેન્ડ ગયા અને પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી પાછા ફર્યા. ભારત પાછા ફર્યા બાદ ૧૫ નવેમ્બર ૧૯૪૭માં તેમણે અમદાવાદમાં ફિઝીકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી ત્યારે તેમની ઉમર ૨૮વર્ષની હતી. અહીં તેમણે ઘણા યુવકોને સારા વૈજ્ઞાનિક બનવાની તાલીમ આપી. થોડાં વર્ષોમાં જ આ સંસ્થાની ગણતરી વિશ્વની મહત્વની સંસ્થાઓમાં થવા લાગી. ૧૯૫૫માં આવીજ અન્ય સંસ્થા કાશ્મીરના ગુલમર્ગમાં ઉભી કરી અને ત્યાં વિકિરણો અંગે ઉચ્ચ કોટિની શોધખોળનું કામ કર્યું.
૧૯૫૭થી દુનિયાનાં આગળ પડતા દેશોમાં અવકાશની શોધખોળ શરુ થઈ ગઈ હતીજ. ૧૯૬૨માં ભારતમાં પણ વિક્રમ સારાભાઈના આગ્રહથી અવકાશ ક્ષેત્રે કાર્ય શરૂ થયું. આજે આપણે અતિશય શક્તિશાળી રોકેટ અવકાશમાં છોડી શકીએ છીએ તેની શરૂઆત ડો.વિક્રમ સારાભાઈએ કરેલી. દક્ષિણ ભારતમાં થુંબા નામની જગ્યાએથી તેમણે રોહિણી નામનું પહેલું રોકેટ અવકાશમાં ઉડાડ્યું હતું. ૧૯૬૬માં ભારતના મહાન અણુ વૈજ્ઞાનિક ડૉ. હોમીભાભાનું એક વિમાન અકસ્માતમાં મૃત્યુ થતા ડૉ. વિક્રમ સારાભાઈને અણુ વિજ્ઞાનની શોધખોળ વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી.
ડૉ. વિક્રમ સારાભાઈને દેશ-પરદેશમાં અનેક માનસન્માન મળ્યાં હતાં. રાત દિવસ વિજ્ઞાનના વિકાસ અને એ દ્વારા દેશસેવામાં એમનું જીવન વ્યતીત થયું. ૩૦ ડિસેમ્બર૧૯૭૧ના રોજ થુંબામાં પર (બાવન) વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.

No comments:

Post a Comment

Fit India Activity 2022